વૈદિક જ્યોતિષ શાસ્ત્ર :
વેદિક જ્યોતિષ શાસ્ત્ર ની ગણના માં ફલકથન નિષ્ફળ કેમ જતું હોય છે ?
વેદિક જ્યોતિષ શાસ્ત્ર ની ગણના માં ફલકથન નિષ્ફળ કેમ જતું હોય છે ?
વેદો માં યજુર્વેદ સામવેદ અને ઋગ્વેદ ના જ્યોતિષ શાસ્ત્ર ની ગણના તો શ્લોક આધારિત જરૂર હોય છે...!
પરંતુ શ્લોકો નો અર્થ સમજવો બહુ મુશ્કેલ જરૂર હોય છે.
જો દરેક અર્થ ની સરખી સમજણ થતી રહેતી હોય તો બહુ સીધું અને સરળ જ હોય છે...!
વેદિક જ્યોતિષ શાસ્ત્ર એક રહસ્યમય દર્શન છે કેટલીક વખત શ્લોક ના એક શબ્દ ના બહુ વધુ અર્થ થતા પણ હોય છે...!
જેથી જો સરખી સમજણ ના હોય તો અર્થ નું અનર્થ થતા વાર પણ નથી લાગતી તેથી તેમના ઊંડાણ પૂર્વક પણ જોવમાં કેટલીક મર્યાદાઓ પણ હોય છે...!
તે પાર પામવી થોડીક મુશ્કેલ અને કઠિન કામ જરૂર હોય છે...!
અલ્પજ્ઞતા સ્થૂલ દર્ષતા, અપવાદ , શંકા , અર્થઘટન ની અશુધ્ધતા વગેરે કારણસર આવું બનવાની સમભવના જરૂર રહેતી હોય છે....!
IYI MERCHANT Brass Natraj Natraja Statue Idol of Lord Shiva Ji Dancing Om Natraj Murti for Temple Mandir Home Décor 20 Inches Weight 10 kg
જન્મકુંડળી માંથી જ જ્યોતિષી ને સત્ય ની ખોજ કરવાની હોય છે....!
એટલે જ્યોતિષી ને જ પોતાની અંદર સત્ય ની સ્થાપના કરવાની જરૂર હોય છે જે પણ તે પોતના હદય દિલ અને મન માં કોઈ પ્રકાર ની કાઈ લાલચ રાખ્યા વગર સાફ મન દિલ અને હદય થી બીજા નું સારું ઈચ્છા રાખવા માં આવે તો સત્ય જ બહાર જરૂર આવશે....!
બાકી હાલ ના સમય અનુસાર ત્રણ મિનિટ માં ફ્રી કોલ ફ્રી ચેટિંગ કરી ને કોઈ ને ખોટી રીતે પૂજન ના ખર્ચ માં ઉતારી દઈ ને પોતાની મન માની અનુસાર ખર્ચ કરાવ્યા કરે અને તે સામે થી કમિશન પેટે પોતાનું ખિસ્સું ગરમ કર્યા કરે...!
તો તે ક્યારેય કોઈને સત્ય કહી પણ નહિ શકે કે નહિ તેમની વાણી માં સત્ય પણ હોઈ શકે....!
આ માટે જરૂરી છે ફલકથન ની નિષ્ફળતા ના કારણો શોધવાની....!
મારા પરિવાર માં જ મે દાદા બાપુજી તેમજ બાપુજી અને કાકા બાપુજી પાસે થી લીધેલ અનુભવ માં મારા ત્રીસ વર્ષ ના અનુભવ માં જરૂર જોવા મળ્યું છે...!
કે તમે કોઈ ની પાસે તમારી લાલચ વધારી બીજા ને ખોટા ખર્ચ માં ઉતારી તમારી મન માની કરી શકો તો તે મળેલ કાઈ પણ રકમ તમને થોડા સમય માટે તો બહુ સારી જરૂર લાગશે...!
પરંતુ થોડા સમય માં તે તો રકમ તેમના રકમ કરતા પણ દસ ગણી રકમ ક્યાં ચાલી જશે કાઈ જ ખબર પણ નહિ પડે તેમ છતાં જૉ તમને ખબર ના પડી હોય તો તે દિવસે ને દિવસે એટલો વધારો પણ થઈ શકે છે કે તમારા ઘર ની અંદર તમે ખુદ સુખ શાંતિ થી રહી પણ નથી શકતા....!
તેમ છતાં જો તમને ખબર ના પડી કે આ મારી ખોટી લાલચ ની કમાણી મારા માટે સંકટ રૂપ બની ગયેલ છે....!
તો આખી જીદંગી કે જીવન પણ બરબાદ જરૂર કરી નાખે છે....!
કેમકે તેમાં આપના પુરખો તો ત્યાં સુધી કહેતા હતા કે જ્યોતિષ કામ કરવું કાઈ ગાજર ની પપૂડી થોડી છે....!
તે તો બે ધાર ની કટારી છે જો તમે થોડીક પણ તેમાં કાઈ લાલચ રાખી તો સામે વાળો તો પૈસા ચૂકવી ને છૂટી જતો હોય છે....!
પરંતુ ખુદ જ્યોતિષ કામ કરનાર ક્યારેય પણ તે ગુનાહ માંથી છૂટી શકતો નથી....!
કેમકે મારા દાદા બાપુ , બાપુજી અને કાકા તો ત્યાં સુધી કહેતા હતા કે તમે પહેલા જ સાફ શબ્દો માં કહી દો કે હું જન્માક્ષર જોવાના આટલા ચાર્જ જ લઉં છું....!
બસ જો સામે વાળા ને તમારી વાત અનુકૂળ આવશે તો તે કામ કરાવશે અને તમે કામ તે તેવું કરો કે તેના હદય માં તમારા અક્ષરે અક્ષર એટલી હદ સુધી ઉત્તરી જાય કે તે ખુદ નું તો કામ સારું સરળ અને સરખું તો જરૂર થઈ જ જાય....!
પરંતુ તે તો તમને નહિ છોડી શકે અને સામે થી જ તે બીજા ને તમારી પાસે લઈ ને જરૂર ને જરૂર આવશે જ....!
1. જન્મ કુંડળી માટે જાતક ના જન્મ નો સમય ખૂબ જ મહત્વ નો હોય છે. જો જન્મ નો સમય સચોટ નહિ જ હોય તો ફલ કથન સાચું નથી આવવાનું એટલે જન્મ સમય જેટલો સાચો હશે તેટલું ફલ કથન સચોટ જ હશે .
2. અશુદ્ધ ગણતી પણ ફળ કથન ને નિશફળ બનાવવામાં જવાબદારી કહી શકાય છે જન્મ સમય સાચો જ હોય પરંતુ કુંડળી ની ગણિત ની ગણતરી માં ભૂલ હોય તો પણ ફલ કથન ખોટું જ પડે છે જે વેદિક જ્યોતિષ શાસ્ત્ર માં શુધ્ધ ગણિત નું બહુ વધારે ઘણું બધું મહત્વ હોય છે. વેદિક જ્યોતિષ શાસ્ત્ર ની મૂળ સચોટતા જ ગણત્રી ને ઘણી બધી વધારે મહત્વ આપે છે.
3. જો કે જન્મ કુંડળી ના ગણિત ને જન્મ સમય જેટલું જ મહત્વ જન્મ સ્થાન પર રહેલ છે કારણ કે જન્મ સ્થળ ના અક્ષાંશ રેખાંશ ના જ્ઞાન વગર તો જન્મ લગ્ન નું સચોટતા જાણી નથી શકાતી.
4. કાંતિવૃત માં શૂન્ય બિંદુ ( મેષારંભ ) થી ગ્રહો ની જન્મ કાલિક સ્થિતિ અર્થાત ગ્રહો ની અશાંત્મક સ્થિતિ પણ જોવી જરૂરી હોય છે.
5. જન્મ સમય ના દ્વાદશ ભાવોના સાપેક્ષ ગ્રહો તેમજ નક્ષત્રો ની સ્થિતિ પણ જોવી જરૂરી હોય છે.
6. મહાદશા , અંતર દશા , પ્રત્યાંતર દશા , વિ દશા તેમાં પણ અષ્ટોતરી મહાદશા અને વિશોતરી મહાદશા સહિત ની સૂક્ષ્મ દશાઓ પણ છે પરંતુ અમુક અમુક સ્થાન પર અલગ અલગ દશા લેવાતી હોય છે પણ વેદિક જ્યોતિષ શાસ્ત્ર ની અનુસાર તો બંને દશાઓ લેવી જ પડતી હોય છે.
7. જન્મ સમય ના ગ્રહો નો પારસ્પરિક અંતર અર્થાત એક બીજા સાથે ના સબંધો જેવા કે યુતિ , પ્રતિયુતિ , દ્રષ્ટિ સબંધ વગેરે .
8. ગોચર ગ્રહો ની સ્થિતિ અને તેના સાપેક્ષ જન્મ સમય ના ગ્રહો ની સ્થિતિ તેમાં પનોતી , સાડાસાતી વગેરે .
9. જન્મ કુંડળી માં થયેલ યોગો નું બળાબળ પણ જોવું જરૂરી હોય છે.
આ ઉપરાંત પણ કેટલાક એવા પણ પરિબળો હોય છે તેમને પણ ધ્યાન માં લેવા જરૂરી હોય છે.
1. વંશ પરંપરા :
વંશ પરંપરા જાતક ના જીવન માં તેમના લોહી ના સબંધો જે વંશ પરંપરાગત ને પણ ફળ કથન કરવા માટે ખૂબ ખાસ જરૂરી હોય છે વ્યક્તિ પોતાના વંશ , માતા પિતા ના ગુણો, અવગુણો , સંપતિ , દરિદ્રતા , રૂપ રંગ વગેરે થી પણ પ્રભાવિત હોય છે જેને ફળ કથન સમય માં ધ્યાન માં લેવું જરૂરી હોય છે...!
એક રાજા નો પુત્ર અને એક સામાન્ય પરિવાર માં જન્મેલ જાતક ના બંને ના જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થાન એક જ હશે તો પણ બંને ના જીવન માં ચઢતી પડતી તેમજ જન્મ ના ફળ કથન અને જીવન સેલી એક સમાન ક્યારેય પણ નહિ જ બની શકે...!
ભલે બંને ની જન્મ કુંડળી ના ગ્રહો પણ એક સમાન હોય છતાં પણ તેમનું ફલ કથન ક્યારેય પણ એક સમાન નહિ જ હોઇ શકે....!
જે ફળ કથન પોત પોતના વંશ પરંપરાગત રીતે જોવામાં જરૂર આવે છે....!
2. વેદિક જ્યોતિષ શાસ્ત્ર :
વેદિક જ્યોતિષ શાસ્ત્ર ના જ્યોતિષી તે જરૂર બતાવશે કે જાતક મહાન બનશે , પરંતુ વિશેષ કરીને એ નહિ બતાવી શકાય કે તે વડા પ્રધાન, રાષ્ટ્રપતિ કે ઉચ્ચ ન્યાયાધીશ , કલેકટર બનશે પરંતુ ઉચ્ચ પદ પ્રાપ્ત જરૂર થશે તે જ બતાવે છે .
3. દેશ કાલ :
દેશ કાલ સમય નો પ્રભાવ પણ ફલ કથન માં પડતો જોવા મળે છે....!
કારણકે આજે દરેક ક્ષેત્રમાં ગતિ જોવા મળે છે, નવા નવા સંશોધનો થતાં જોવા મળે છે....!
ગઈ કાલ નો અસાધ્ય રોગ આજ માં મેડિકલ સાયન્સ ની શોધના કારણે સાધ્ય બની શકે છે....!
આજે આપના દેશ માં જન્મેલ જાતક ઉત્તમ ગ્રહો ની સ્થિતિ ના કારણે આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બની શકે છે....!
જે સ્થિતિ ગઈ કાલ ન હતી કારણ કે તે સમય નો જાતક તે માટે સક્ષમ હોવા છતાં સમય એવો ના હતો કે તેમને પૂરતો સહયોગ , માર્ગદર્શન કે સાધનો મળી શકે તેમ બહુ કઢીન કામ હતું .
4. કેટલીક વખત કેટલાક માણસો જ્યોતિષી ની પરીક્ષા લેવા માટે ના ઇરાદા થી હકીકત ને છુપાવી ને તેમના જેવા સેમ પ્રશ્નો કરવા આવતા હોય તો ફલકથન વિફળ તો જાય છે પરંતુ તેમના ડેટા લિસ્ટ ઉપર થી ગણિત ની સચોટતા તેઓના ઇરાદા નાકામ પણ કરી શકે છે.
5. પ્રયત્ન :
પ્રયત્ન વેદિક જ્યોતિષ શાસ્ત્ર તેમના જન્મ ના ડેટા લિસ્ટ ની ગણતરી તો જરૂર કરે છે...!
જે પૂર્વ જન્મ ના કર્મો થી લઇ ને આ જન્મ ના ભૂતકાળ, વર્તમાન કાળ તેમજ ભવિષ્યકાળ સુધી નું ગણિત તો સચોટ સાબિત તેમના કરેલ કર્મો અને કરી રહેલ કર્મો ના જ આધાર ઉપર કરી શકે છે...!
કારણ વેદિક જ્યોતિષ શાસ્ત્ર કર્મો ના સિદ્ધાંત ઉપર જ રચાયેલ વેદિક શાસ્ત્ર છે.
જે અગાઉ થી જ વિગતો ની ચર્ચા પણ કરેલ છે કે જે ગ્રહો સારા ફળ ની પ્રાપ્તિ તેમજ ખરાબ ફળ થી બચવા માટે ના પૂરા પ્રયત્નો કરાવે છે...!
પરંતુ કેમકે જન્મ કુંડળી ની અંદર ધન યોગ સારા પ્રમાણ માં થયેલ હોય છે પરંતુ તે માટે જાતક ને પણ પ્રયત્નો તો કરવા તો પડતા હોય છે...!
ફક્ત યોગ ને વિચારી ને કોઈ કાઈ મેહનત કે કામ ધંધો જ ના કરી શકે તો કાઈ જ મળવાનું થોડું છે....!
જેમ કે આજના ઓનલાઇન જ્યોતિષીઓ ફ્રી માં સવાલો જોઈ આપે છે...!
તો તેમાં તે જ્યોતિષ પાસે તો ત્રણ જ મિનિટ નો સમય હોય અને જાતક એક સાથે સાત આઠ સવાલ કરી નાખતો હોય તો જ્યોતિષ કેવી રીતે કેટલા સવાલ નો જવાબ આપશે....!
જે તો એક સત્ય સચોટ જ્યોતિષ હોય તો તેમને સૂક્ષ્મ અને સચોટ જવાબ ની ગણતરી કરવામાં એક સવાલ નો જવાબ મેળવવા માં પણ આશરે વીસ મિનિટ નો સમય લાગી જતો હોય...!
તો તે ત્રણ મિનિટ માં જાતક ને એક પણ સવાલ નો જવાબ કેવી રીતે આપી શકતો હશે તે તો બહુ મોટો વિચાર જનક પ્રશ્ન દેખાઈ જતો હોય છે. અને જાતક ને તો વગર...!
પ્રયત્ને ધન યોગ ના આધારે ધનવાન પણ બનવું હોય અને ફ્રી ની સ્કીમ વાળા ઓનલાઇન જ્યોતિષી ને અગડમ ગબડમ જવાબ આપી ને બીજા ને ખોટી રીતે પૂજન ના ખર્ચ માં ઉત્તરાવી ને વધારે કમિશન થી કમાણી જ કરી લેવામાં રસ હોય છે....!
જે સચોટ ફલકથન ઉપર તો કાઈ જ નથી કરી શકતા.
સચોટ અને સૂક્ષ્મ વેદિક જ્યોતિષ ની ગણતરી કરી ને કહે કે ધન યોગ બને છે...!
તે માટે જાતક તેમના પ્રયત્નો તો કરવા પણ પડતા હોય છે....!
જ્યોતિષ ની ગણતરી કહે કે ફળ કથન ની શરતો ને આધીન અદ્ર્શ્ય કર્મ પણ કરવા પડતા હોય છે...!
ગ્રહયોગ ના ફળો ની પ્રાપ્તિ માટે અક્રમણ્યતા થી કદાપિ સિદ્ધ ના હોઈ જ શકે....!
તેમના માટે કર્મ પણ કરવું પડે છે....!
જે ગ્રહો તો માર્ગદર્શક બની ને સહાયક જ બની શકે છે...!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો